New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/FWEFE.jpg)
ભરૂચ રથયાત્રા સમયે રથયાત્રા ઉપર પત્થરમારો કરી હૂમલો કરવા મામલે પોલીસે વધુ બે આરોપીની અટકાયત કરી છે.ભરૂચ પોલીસે અત્યાર સુધીમાં આ મામલે કુલ ૧૧ આરોપીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રથયાત્રા ઉપર હૂમલા પ્રકરણમાં ભરૂચમાં હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.જેમાં વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન આપી.સમગ્ર ઘટનાને પોલીસની નિષ્કાળજીનું પરિણામ ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે ભરૂચ પોલીસે હરકતમાં આવી એક બાદ એક હૂમલખોરોની ઘરપકડના ચક્રો ગતીમાન કર્યા હતા.જેમાં પોલીસે આજે વધુ બે આરોપીની અટકાયત કરી અત્યાર સુધીમાં આ મામલે કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.