/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vbvb-2.jpg)
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી,નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચના શુકલ્તીર્થ મુકામે એક મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયાના માનનીય ન્યાયમુર્તિ એમ.આર-શાહ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રન ઈન ચીફ વિકમનાથ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના એકઝીક્યુટીવ ચેરમેન એસ બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના ચેરમેન શ્રી આર.એમ. છાયા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને ભરૂચ જીલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ એન.વી. અંજારીયા તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એ.જે. શાસ્ત્રી હાજર રહયા હતા. આ ઉપરાંત ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી વિમલ કે. વ્યાસ તથા પ્રોજેકટ ઓફીસસો રીતેશ મોઢ અને વૈભવ મોઢેએ પણ હાજર રહી સતત માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું.
આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પના ઉપકમે ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૨૮૧૨ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નીયામક અનુસુચિત જાતી કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદારે કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ વિગેરે અનેક શાખાઓ દ્વારા આ લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યો હતો. આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું.
આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પને સફળ બનાવવા માટે ભરૂચ જીલ્લાના કલેકટર ડો. એમ.ડી. મોડીયા તેમજ કલેકટર કચેરી ભરૂચ તથા ભરૂચ જીલ્લાની તમામ વહીવટી શાખાઓના પદાધિકારીઓ, ડી.ડી.ઓ. અરવિંદ વિજયન, પ્રાંત અધિકારી જે.વી. દેસાઈ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સમગ્ર જીલ્લાનો પોલીસ સ્ટાફ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય સોની તથા ભરૂચ નગરપાલિકાના સ્ટાફના સભ્યો, જીલ્લા સરકારી વકીલ પ્રફુલ્લસિંહ એન. પરમાર, પી.ડબ્લ્યુ.ડી. ના ડી.એફ. શાહ, અનિલ વસાવા તથા સાગરભાઈ, પી.ડબ્લ્યુ.ડી. ઈલેકટ્રીક ડીપાર્ટમેન્ટના મયુરીબેન, શુકલતીર્થ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પ્રજાજનોએ ખુબ મોટો ફાળો આપ્યો હતો.
આ ઉપરાંત ભરૂચ જીલ્લાની તમામ કોર્ટના કર્મચારીઓએ, પેરાલીગલ વોલન્ટરીયર્સે પણ આ કેમ્પને સફળ બનાવવા માટે ખડે પગે ખંતથી સેવા બજાવી હતી.