ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની જીભ લપસી

New Update
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની જીભ લપસી

વર્લ્ડ ટૉલેસ્ટ બિલ્ડીંગ કહી તરત જ કહ્યું સોરી

હાલમાં જ નવા પદઆરૂઢ થયેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે

આજે સવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા તેમની સાથે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ પ્રવાસમાં જોડાયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સભાને સંબોધતી વખતે જયપ્રકાશ નડ્ડાએ સરદારના સ્ટેચ્યુને વિશ્વની સૌથી ઉંચી બિલ્ડીંગ કહી દીધું હતું જો કે તરત જ તેમણે વાતને બદલી અને વાક્ય સુધાર્યું હતું