/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/IndiaTv377d68_gujarat.jpg)
રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે,ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો,અને ભાજપના સ્મૃતિબહેન ઈરાની પર હારનું જોખમ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મિડીયાને જણાવ્યુ હતુ કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની જોડતોડની નીતિને જડબાતોડ જવાબ આપશે,અને કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીત નિશ્ચિત હોવનો દાવો પણ તેઓએ કર્યો હતો.
વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખીને સ્મૃતિબહેન ઈરાની પર હારનું જોખમ ઉભું કર્યુ છે.
આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થઇ શકતો હોય તો સામાન્ય માનવીની સુરક્ષાનું શું ? ગુજરાતમાં સલામતી નહોતી તેથી ગુજરાત બહાર કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.અને કોંગ્રેસને જીતવા માટે જરૂરી મતો કરતા વધુ વોટ મળશે અને અહમદ પટેલની જીત નિશ્ચિત હોવાનો દાવો પણ તેઓએ કર્યો હતો.