Top
Connect Gujarat

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુંજારાને અર્જુન એવોર્ડની જાહેરાત થી પરિવારમાં ખુશી

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુંજારાને અર્જુન એવોર્ડની જાહેરાત થી પરિવારમાં ખુશી
X

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર ટેસ્ટ મેચનો પહેલો દિવસ હતો. ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટીંગ કરવાના નિર્ણય સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયાના ઓપનર તરીકે શીખર ધવન અને લોકેશ રાહુલ ઉતર્યા હતા. જો કે માત્ર 56 રનની ભાગીદારી સાથે શીખર ધવન પેવેલીયન તરફ પાછા ફર્યા હતા.

મેચ પુરી થતા ભારતે ત્રણ વિકેટ ગુમાવી 344 રનના જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેમાં ચેતેશ્વર પુજારા અને અંજીક્ય રહાણેનું યોગદાન મહત્વનુ રહ્યુ છે. ચેતેશ્વરે 128 રન સાથે અણનમ છે. જ્યારે અંજીક્ય રહાણે 103 રન સાથે રમી રહ્યા છે.

ચેતેશ્વર ગુજરાતનો પ્રથમ એવો ખેલાડી બન્યો છે કે જેણે 50માં ટેસ્ટ રમી રહ્યા છે. તો સાથો સાથ 4000 રન કરનાર પણ ગુજરાતનો પ્રથમ એવો ખેલાડી બન્યો છે. તેમજ 4000 ફાસ્ટેસ્ટ રન કરવાના રેકોર્ડમાં તેમણે સચીન અને કોહલીને પણ પાછળ રાખ્યા છે.

આ તબક્કે ક્રિકેટર ચેતેશ્વરના પિતા અરવિંદ પુજારાએ જણાવ્યુ હતુ કે અર્જુન એવોર્ડ મળશે તેનાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. ચેતેશ્વરે 4000 રન બનાવ્યા તે ગર્વની વાત છે. ચેતેશ્વરના સતત સારા પ્રદર્શન બદલ તેનુ બેલેન્સ ઓફ માઈન્ડ જવાબદાર છે. જે બેલેન્સ ઓફ માઈન્ડ ટેકનિક તેની માતાએ શીખવી હતી. તો સાથો સાથ ચેતેશ્વરે અંડર 14માં વડોદરાની સામે 300 રન ફટકાર્યા હતા. ત્યારે માત્ર 13 વર્ષની ઉંમર હતી, ચેતેશ્વરની તેવુ પણ તેમના પિતાએ જણાવ્યુ હતુ.

Next Story
Share it