/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/CvB_27DUEAAO-kg.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હિમાચલ પ્રદેશના મંડીમાં ત્રણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ અને રેલીને સંબોધન કર્યું હતુ. જેમાં તેમણે સર્જીકલ સ્ટ્રાઇક અને વન રેન્ક વન પેન્શન અંગે વાત કરી હતી.
મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે હાલમાં સમગ્ર દેશમાં સેનાના પરાક્રમની ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ લોકો ઇઝરાયેલની વાતો કરતા હતા હવે દેશને પણ જાણ થઇ કે ભારતીય સેના પણ કમ નથી. મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે અમે જેટલુ સન્માન આજે સેનામાં તૈનાત જવાનોને આપીએ છીએ તેટલુ જ સન્માન સેનામાંથી રિટાયર્ડ લોકોને પણ આપીએ છીએ.
તે સાથે જ મોદીએ વન પેન્શન વન રેન્કની ભલામણો લાગુ કરવાની ક્રેડિટ તેમની સરકારને આપતા જણાવ્યુ હતુ કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ જ મેદાનમાં મે વન રેન્ક વન પેન્શનની વાત કરી હતી. આજે સેનાના તે જવાનો સામે નત મસ્તક થઇને સંતોષથી કહી શકુ છુ કે તમારો જે હક હતો. જેના માટે તમે 40 વર્ષથી લડી રહ્યા હતા. તે તમને આપી દેવામાં આવ્યો છે.