Connect Gujarat
ગુજરાત

મલ્ટીપ્લેક્ષ-મોલમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવશે તો સીલ કરવામાં આવશે : મ્યુ. કમિશનર

મલ્ટીપ્લેક્ષ-મોલમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવશે તો સીલ કરવામાં આવશે : મ્યુ. કમિશનર
X

આગામી 48 કલાકમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણો દૂર કરવા અપાયું અલ્ટિમેટમ

રાજયભરમાં ટ્રાફીક અને પાર્કિંગને લઈને ઝીંબેશ ચાલી રહી છે. ત્યારે આજે રાજકોટમાં મનપા અને પોલીસ દ્રારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા કમિશ્વર અને પોલીસ કમિશ્વર દ્રારા આગામી 48 કલાકનું અલ્ટીમેટમ આપવામા આવ્યું છે. જો 48 કલાકમાં પાર્કિંગ અને ટ્રાફીકને અડચણ હશે તેવા તમામ દબાણો દુર કરવાનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મનપા કમિશ્નર દ્રારા થોડા દીવસ પહેલા પણ 48 કલાકનુ અલ્ટીમેટમ આપવામા આવ્યુ હતુ. મોલ,કોમર્શીયલ કોમ્પલેક્ષ અને સ્કુલોને પણ નોટીસ આપવામા આવશે. જો સંચાલકો નહીં માને તો સીલ કરવાની ચિમકી પણ અધીકારીઓ દ્રારા ઉચ્ચારવામા આવી છે.

રાજકોટ શહેરમા સૌથી મોટી કોઇ સમસ્યા હોય તો ટ્રાફીકની સમસ્યા છે. આખા રાજયમા ટ્રાફીક અને પાર્કિંગને લઇને મેગા ઓફરેશનો ચાલી રહ્યા છે. ત્યારે મોડે મોડે પણ મનપા અને શહેર પોલીસ આખરે જાગી છે ખરી. રાજકોટ શહેરમાં ટ્રાફીકના નીયમોને ધોળીને પી જનારાઓ ની હવે ખેર નથી. ખુદ મનપા કમિશ્નરપોલીસ કમિશ્નર અને મેયર દ્રારા શહેરમા ટ્રાફીકની સમસ્યા હલ થયા તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આમ છતાં આવતા 48 કલાકમાં દબાણો દુર કરવામાં નહીં આવે તો કડક હાથે કાયૅવાહી અને સંયુક્ત મેગા ઓપરેશ કરવામા આવશે. તેમ પણ અધીકારીઓ અને પદાધીકારીઓએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે રાજકોટ મા જયારે પણ અધીકારીઓ કડક હાથે કામ લેતા હોય છે ત્યારે પદાધીકારીઓની ભલામણ થયા ત્યારે તે કામ અટકી જતુ હોય છે.

47 કલાકનાં મેગા ઓપરેશનમાં આ કાયૅવાહી કરવામાં આવશે

મહત્વના તમામ રાજમાર્ગો પરથી હોકસૅનાં દબાણો દુર કરવામા આવશે. પાર્કિંગનો ચાજૅ વસુલતા મલ્ટીપ્લેક્ષ અને મોલને નોટીસો આપવામા આવશે. વાહન પાકૅ માટે જગ્યા આપવી ફરજીયાત રહેશે. શહેરના કોમૅશીયલ કોમ્પલેક્ષ,મોલ અને મલ્ટીપ્લેક્ષમા પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામા આવશે. શાળા કોલેજોને 48 કલાકનુ અલ્ટીમેટમ આપવામા આવ્યુ છે ..જો પાર્કિંગ અને ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ કરવામા નહી આવે તો કાયૅદેસરની કાયૅવાહી હાથ ધરવામા આવશે. શહેરમાં સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંગ નવા બનાવવામા આવશે.

Next Story
Share it