Connect Gujarat
ગુજરાત

મહીસાગર:કડાણા તાલુકામાં આવેલ રણકપુર ગામના કાંતિભાઈ ડામોરને સાબિત થઈ આયુષ્માન ભારત યોજના આશીર્વાદરૂપ

મહીસાગર:કડાણા તાલુકામાં આવેલ રણકપુર ગામના કાંતિભાઈ ડામોરને સાબિત થઈ આયુષ્માન ભારત યોજના આશીર્વાદરૂપ
X

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આરોગ્ય સુખાકારી માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા આરોગ્યલક્ષી યોજના અમલી છે. જેમાં સામાન્ય બીમારીથી માંડી ને ગંભીર બીમારી સહિત તમામ પ્રકારની સારવાર, ઓપરેશન વગેરે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવાની આયુષ્યમાન ભારત યોજના- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામના અંતરીયાળ વિસ્તારના ખેતમજૂરી કરી જીવન ગુજરાન કરતા કાંતિભાઈ કાળુભાઈ ડામોરને સામસામે મોટર સાઇકલ અથડાતા માર્ગ અકસ્માત થયો હતો જેથી તેમને લુણાવાડા શહેરની વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં હોસ્પિટલના ડો. અનિલ તાવીયાડે તમામ રિપોર્ટ અને X-RAY કાઢી નિદાન કરતા તેમને થાપામાં ફ્રેક્ચર હતું અને જેનું ઓપરેશન કરવું પડે તેમ જણાવતાં જેનો ખર્ચ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જેટલો થતો હતો. અકસ્માત થયેલ કાંતિભાઈ ડામોરનો પરિવાર આટલો બધો ખર્ચ કરી શકે તેમ ન હતો કારણકે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી પરંતુ તેમની પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોના સ્વાસ્થ્ય માટે શરૂ કરેલી દેશની સૌથી મોટી આયુષ્યમાન ભારત યોજના- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લેટર હતો પરંતુ તેમની પાસે આ યોજનાનું કાર્ડ હતું નહિ જેથી તેમણે સામૂહિક આરોગ્ય કેન્દ્રને જાણ કરતા માનવીય સંવેદના દાખવી સમય બગાડ્યા વગર રવિવાર હોવા છતાં સામુહિક આરોગ્ય કેન્દ્રના વીએલઈ અને મેનેજર તાત્કાલિક લેપટોપ અને અને બાયોમેટ્રિક સાથે હોસ્પિટલમાં પહોંચી ગયા અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી હોસ્પિટલમાં જ માર્ગ અકસ્માતમાં ઘાયલ કાંતિભાઈ કાળુભાઈ ડામોરનું આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કાઢી આપ્યું.

જે કાર્ડથી કાંતિભાઈ ડામોરના થાપાના ફ્રેક્ચરનું ઓપરેશન લુણાવાડામાં આવેલી વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલના ડો.અનિલ તાવીયાડ દ્વારા કોઈપણ પ્રકારના ખર્ચ વગર આયુષ્માન ભારત યોજના-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યું જેના કારણે પરિવાર ખુશ છે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભાર્થી કાંતિભાઈ ડામોરના પરિવારના સદસ્ય રાજેશભાઈ ડામોર જણાવે છે કે, મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે માર્ગ અકસ્માતમાં ઘાયલ કાંતિભાઈ ડામોર માટે આર્શીવાદ સ્વરૂપ દેશની સૌથી મોટી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભથી લુણાવાડા શહેરની વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ માં નિઃશુલ્ક થાપાનું ઓપેરેશન કરવામાં આવ્યું છે જે અમારા જેવા ગરીબ પરિવાર માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહાયરૂપ સાબીત થઈ રહી છે.

Next Story
Share it