/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-409.jpg)
લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી અને તે મંદિરમાં રાત્રીના સમયે મગરના દર્શન થતા લોકોના આસ્થામાં વધારો જોવા મળ્યો હતો.
લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામના ખોડિયાર માતાના મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી.મંદિર માં ચોરી થઈ છે ની જાણ ગામ લોકોને થતા રાત્રીના સમયે ગામ લોકો જાગતા હતા તે દરમિયાન એક જીવતો મગર મંદિરમાં જોવા મળતા લોકોમાં આસ્થામાં વધારો થયો હતો અને ગામના લોકો હજારોની સંખ્યામાં મંદિરે ફૂલ અને કંકુ લઈ ઉમટી પડ્યા હતા અને મગર ઉપર ફૂલ અને કકુંની વર્ષા કરી મગરની સેવા કરી હતી.
આ મંદિરના સમાચાર વાયુવેગે પ્રસરતા જંગલ ખાતાના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કરવાની તૈયારી કરતા હોય ગ્રામજનોને આ વાતની ખબર પડતાં તેમને વિરોધ કર્યો હતો અને મગરનું રેસ્ક્યુ નહિ કરવા માટે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ ઉગ્ર બોલાચાલીની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા જ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવી મગરનો રેસ્ક્યુ કરી બાજુના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.