/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/WhatsApp-Image-2019-06-14-at-14.28.57-1.jpeg)
આગામી ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. જે સંદર્ભે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના યોગ અને વ્યાયામ શિક્ષકો માટે ત્રણ દિવસના યોગ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવનાર છે અને જે સંદર્ભમાં 21 જૂન ના રોજ રાજ્યભરમાં અને દરેક જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લા ના દરેક વ્યાયામ અને યોગ શિક્ષકો માટે તાલુકા વાઇસ તારીખ 12 જૂન થી 14 જૂન સુધી ત્રણ દિવસ ની યોગ તાલીમ નું આયોજન મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના 70 થી વધુ વ્યાયામ અને યોગ શિક્ષકો પાંતજલી યોગ પીઠ ના યીગ પ્રશિક્ષકો પાસેથી યોગ ની તાલીમ લઈ શકે જેથી યોગ ની તાલીમ મેળવેલ શિક્ષકો શાળા-કોલેજના બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકો ને યોગ કરાવી યોગ વિશે જાગૃતિ અને તંદુરસ્તીનો સંદેશો પ્રસરાવી શકે.