મહીસાગર: રૈયોલી ગામે ભારત દેશમાં સૌ પ્રથમ ડાઇનોસર પાર્ક ૭મી જૂને ખુલ્લો મુકાશે

New Update
મહીસાગર: રૈયોલી ગામે ભારત દેશમાં સૌ પ્રથમ ડાઇનોસર પાર્ક ૭મી જૂને ખુલ્લો મુકાશે

બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાઇનોસર પાર્ક 7મી જૂનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે 6.7કરોડ વર્ષ પૂર્વે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ વર્તમાન કરતા અલગ હતી. તેનો અમુક ભાગ રણમાં ફેરવાય તે પહેલા કચ્છ, રૈયોલી, અને દાહોદ અલગ થઇ ગયા હતા.

આ સ્થળે ઘણા પ્રાચીન સરીસૃપો અને ડાયનોસોર તેમજ સનાહેજ નામના પ્રાગ ઐતિહાસિક સાપનું ઘર હતું. દેશભર માંથી પ્રાપ્ત થયેલા જીવાસ્મોના અભ્યાસના આધારે ડાયનાસોરની ઓછામાં ઓછી 11 પ્રજાતિઓ અને કેટલીક વૈશ્વિક ડાયનોસોર પ્રજાતિઓ મળી આવી છે.

વિશ્વના ત્રીજા અને દેશના સૌથી મોટા ડાઇનોસોર મ્યુઝિયમ રૈયાલીમાં વૃક્ષોના માળખા ટોપીગ્રાફી અને પ્રાગ ઐતિહાસિક થીમ પર અદ્દલ જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતા નાના લગભગ 50 જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જે યુગના પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને કદનું વર્ણન કરેછે.

આ મ્યુઝિયમની શરૂઆતમાં મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ-સાઈઝના સ્કલ્પ થી મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની જશે.વિભિન્ન 10 ગેલેરીમાં ફેરવાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન બન્યું છે. જેમાં ડિજિટલ પ્રિન્ટ અને સ્ટેટિક સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓ વર્ણન કરવામાં આવ્યું છે. થ્રીડી પ્રોજેક્ટ મેપીંગ થ્રીડી સ્ટીરીયોસ્કોપીક 360ડિગ્રી વરચ્યુલ રિયાલિટી ઇન્ટરેક્ટિવ ગેમિંગ કન્સોલ ઇન્ટરેક્ટિવ કિઓસ્કસ વગેરે જેવી આત્યાધૂનિક ટેક્નોલોજીના માધ્યમથી મુલાકાતીઓ પ્રાગ-ઐતિહાસિક યુગની સફર કરશે આ મ્યુઝિયમમાં એક કિડ્ઝ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે ડાયનોસોરને સમજવા માટે યુવા માણસને જરૂરી જિજ્ઞાસુ વાતાવરણ મળી રહેશે તેમજ સેન્ટ્રલ કોર્ટયાર્ડમાં આવેલ એન્ટ્રીયમએ ડાઇનોસોરની દુનિયા ઝાંખી કરાવે છે. આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ સેલ્ફીની મજા પણ માણી શકશે