Connect Gujarat
ગુજરાત

મહેસાણાના જાણીતા સ્પામાંથી થાઇલેન્ડની બે રૂપલલનાઓ ઝડપાઇ

મહેસાણાના જાણીતા સ્પામાંથી થાઇલેન્ડની બે રૂપલલનાઓ ઝડપાઇ
X

મહેસાણામાં ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા છે. અહીં સ્પાના નામે ગોરખધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને હાલમાં થાઈલેન્ડની બે યુવતીની પોલીસે અટકાયત કરી હતી.

મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારા દ્વારા આ દરોડાની કામગીરી કરીને સ્પાના મેનેજરની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે સંચાલક ફરાર થઇ ગયો હતો.આ ઘટના માં, મહેસાણાના વિસનગર રોડ ઉપર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પામા ચાલતા ગોરખ ધંધાનો મહેસાણા પોલીસે રેડ કરીને પર્દાફાશ કર્યો છે. મહેસાણા Dysp મંજીતા વણઝારા અને તેમની ટીમે પહેલા અહીં ડમી ગ્રાહક મોકલ્યો હતો અને અહીં ચાલતા ગોરખ અનૈતિક ધંધાની ચકાસણી કરીને રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અહીં રેડ કરીને સ્થળ ઉપરથી બે થાઈલેન્ડ ની યુવતીઓની ધરપકડ કરી છે. તો ધ ગ્રાન્ડ થાઈ સ્પા ના મેનેજર અને મલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નાગલપુર કોલેજ સામે આ રીતે પોલીસે રેડ કરી પગલાં લીધા હતા, ત્યારે ફરી એક વાર એ જ કિસ્સો સામે આવતા આ મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે. પોલીસે આ બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Next Story