માનસરોવરમાં ફસાયા યાત્રિકો, રેસ્ક્યૂ માટે કોમર્શિયલ ફ્લાઈટની લેવાઈ મદદ

New Update
માનસરોવરમાં ફસાયા યાત્રિકો, રેસ્ક્યૂ માટે કોમર્શિયલ ફ્લાઈટની લેવાઈ મદદ

525 તીર્થયાત્રીઓ નેપાળના સિમીકોટ, 550 લોકો હિલસા અને 500 લોકો તિબેટ તરફ રોકાયા છે

નેપાળમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે કૈલાસ માનસરોવર જઇ રહેલા અંદાજે 1575 જેટલા ભારતીય યાત્રીઓ ફસાયા છે. જેમાંથી 525 તીર્થયાત્રીઓ નેપાળના સિમીકોટ, 550 લોકો હિલસા અને 500 લોકો તિબેટમાં રોકાયા છે. નેપાળ સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ ફસાયેલા તીર્થયાત્રીઓને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.

publive-image

ભારતીય ઓફિસરોએ પણ તમામ ટૂર ઓપરેટર્સને કહ્યું છે કે, તિબેટ તરફ ફસાયેલા લોકો સુધી પણ જરૂરી સેવાઓ પહોંચાડવામાં આવે. ટુર ઓપરેટર્સે કહ્યું કે, તેમનો પહેલો ઉદ્દેશ હિલસાની પરિસ્થિતિઓને સરખી કરવાનો છે. ઓફિસરોએ નેપાળ આર્મી પાસે હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડવાની અપીલ કરી છે.

publive-image

કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન ફસાયેલા 104 શ્રદ્ધાળુઓને હિલસાથી હેલિકોપ્ટરની મદદથી સીમીકોટ સુરક્ષિત લવાયા છે. આ ઉપરાંત બે કોમર્શિયલ ફ્લાઈટ સીમીકોટમાં લેન્ડ કરાવી કૈલાસ જતાં 520 શ્રદ્ધાળુઓનું રેસ્કયૂ કરાયું છે. આંધ્રપ્રદેશના ઈસ્ટો ગોદાવરીના રહેવાસી ગ્રંથી સુબ્બારાવનું હિલસા ખાતે નિધન થયું છે. હાલ તેમનો મૃતદેહ નેપાળગંજ લવાયો છે જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાયાં બાદ તેમનો મૃતદેહ તેમના હોમટાઉનમાં મોકલવામાં આવશે.

Latest Stories