/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/IMG-20180418-WA0185.jpg)
વડોદરાના લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલા શીવાલય બંગલોજમાં રહેતા અલ્પેશ ઠક્કરે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનો બચાવ થયો હતો. જ્યારે અલ્પેશનું મોત નિપજ્યું હતું. તેઓ સહ્યોગ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપની ચલાવતા હતા. છેલ્લા 3થી 4 વર્ષમાં શહેર અને બહાર ગામના મોટા બિલ્ડરોએ પેઇમેન્ટ અંગે માત્ર વાયદાઓ કરી નાણાં નહીં આપતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા. આખરે આપઘાત કરવા માટે મજબૂર થયા હતા.
આર્થિક ભીંસમાં સપળાયેલા કોન્ટ્રાકટરે પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી પોતે મોતને વહાલુ કરી લીધુ હતુ. મૃતક અલ્પેશના પત્ની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓની સ્થિતી હાલ નિયંત્રણમાં હોવાનુ જાણવા મળ્યું છે. કોન્ટ્રાકટરે આપધાત કરતાં પહેલા એક અલવિદા નામનું વોટ્સએપ ગૃપ બનાવ્યું હતુ.
જેમાં મુંબઇ, અમદાવાદ પાલનપુર અને શહેરના અનેક મોટા ગજાના બિલ્ડરો જેમની પાસેથી તેણે નાણા લેવાના નિકળતા હતા તેઓને એડ કરી એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં અનેક ચોંકાવનારી વિગતો લખી આખરે ઝેરી દવા પી મોતને વહાલુ કરી લીધું હતુ. બીજી તરફ બનેવીના મોતને પગલે તેમના સાળા શહેરના એક મોટાગજાના બિલ્ડર સામે આક્ષેપો કર્યા છે.
સહ્યોગ ઇન્ફ્રાસ્ટ્રકચરના માલિક અલપેશ વિનુભાઇ ઠક્કર શહેર અને બહાર ગામના અનેક મોટા બિલ્ડર ગૃપ સાથે તેઓ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા. જેના પરિણામે છેલ્લા 7થી 8 વર્ષમાં તેઓને 9 જેટલા મોટા માથાઓ પાસેથી અંદાજીત 5 કરોડ રૂપિયા લેવાના નિકળતા હતા.
આ તમામ બિલ્ડરો અલપેશને છેલ્લા 3, 4 વર્ષતી રીતસર ધક્કા ખવડાવતા હતા. અને માત્ર વાયદા જ કરતા હતા. એક તબક્કે આર્થીક ભીંસમાં સંફળાઇ ગયેલા અલપેશ ઠક્કર હિમ્મત હારી ગયા હતા. જેના કારણે આ અંતિમ પગલું લીધું. મરતાં પહેલાં તેમણે પોતાના વોટસએપ ગૃપમાં લખ્યું હતું કે, 'મારા માટે બધુ પતી ગયું છ, હું થાકી ગયો છું' જે તેમના અંતિમ શબ્દો બનીને રહી ગયા.