New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-393.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસાના સાગવા ગામે જેટકો કંપનીના 66 કેવી સબસ્ટેશનમાં અચાનક આગ લાગતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયાની ઘટના બની છે. ડુઘરવાડાના સબ સ્ટેશનના ઇનકમરમાં મેઇન્ટેનન્સ ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઓવરલોડિંગ થતાં એકાએક આગ ભભુકી હતી અને કામ કરી રહેલા બન્ને કર્મચારીઓ આગની ચપેટમાં આવી ગયા હતા.
જેના કારણે બન્ને કર્મચારીઓ દાઝી જતાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલીક મોડાસાની નગરની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો, જોકે થોડીક ક્ષણોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય આ સબ સ્ટેશનમાંથી આઠ કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડઓમાં વીજ પુરવઠાનો સપ્લાય કરવામાં આવે છે.