New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/93d181e0-2ea2-4061-8eca-24152d47164c.jpg)
મોરબીનાં હળવદ હાઇવે પર પુર ઝડપે દોડતા ડમ્પર ચાલકે બે બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો, જેમાં સસ્પેન્ડ પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.
હળવદ હાઇવે પર થી રમરમાટ દોડતા ડમ્પરનાં ચાલકે બે બાઈકને અડફેટમાં લીધી હતી, અને અકસ્માત સર્જ્યો હતો.સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર અને સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીનું ગંભીર ઇજાઓનાં પગલે ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
જ્યારે અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા,તેમજ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી.