યાત્રાધામ પાવાગઢ માંચી વચ્ચે બનાવવામાં આવેલ નવીન રસ્તો ગત સાંજે મોટા ગાબડા સાથે થયો ધરાશયી

New Update
યાત્રાધામ પાવાગઢ માંચી વચ્ચે બનાવવામાં આવેલ નવીન રસ્તો ગત સાંજે મોટા ગાબડા સાથે થયો ધરાશયી

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદી બેટીંગ વચ્ચે પાવાગઢ માંચી સુધી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ સુંદર રસ્તો બુઢીયા દરવાજા અને કંકાઈ વાળા ઢાળ વચ્ચેના જાહેર માર્ગનો હિસ્સો જબરદસ્ત ગાબડાં સાથેના ધોવાણથી ભ્રષ્ટાચારની ચાડીઓમાં બિહામણો બનીને કદરૂપો દેખાઇ રહયો હતો.

પાવાગઢ તળેટી થી માંચી સુધીના રસ્તાને સુંદર અને દ્વિમાર્ગીય બનાવવા માટે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે કામ કરનાર ઈજારદારોના આ કામોમાં વરસાદી માહૌલ વચ્ચે જબરદસ્ત ધોવાણ સાથે ગાબડાઓમાં ફેરવાઈ રહયા હોવાના ગત સાંજના વધુ એક દ્રશ્યમાં બુઢીયા દરવાજા થી કંકાઈવાળા ઢાળ વચ્ચે તાજેતરમાં તૈયાર કરવામાં આવેલો આ જાહેર માર્ગના આ ડામરના રસ્તાનો વિશાળ હિસ્સો અચાનક ભયંકર અને જોખમી ખાડાઓમાં ફેરવાઈને ધરાશયી થઈ ગયો હતો.

પાવાગઢ માંચી જવાના રસ્તા ઉપર અચાનક વિશાળ ગાબડાઓમાં ફેરવાઈ ગયેલા આ ડામર રસ્તાના દ્રશ્યો જોયા બાદ લોક ચર્ચાઓએ હતી કે કોઈક વાહન સાથે આ માર્ગ ધરાશયી થયો હોત તો આ દુર્ઘટના કેવા પ્રકારની સર્જાઈ હોત ?