રાજકોટઃ કોંગ્રેસનાં 19 કોર્પોરેટરોના ઈન્દ્રનીલનાં ઘરે ધામાં, હાઈકમાન્ડ પર પ્રેસર લાવવા પ્રયાસ

New Update
રાજકોટઃ કોંગ્રેસનાં 19 કોર્પોરેટરોના ઈન્દ્રનીલનાં ઘરે ધામાં, હાઈકમાન્ડ પર પ્રેસર લાવવા પ્રયાસ

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દેતાં તેમને મનાવવાનો પ્રયાસ

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામાં આપ્યા બાદ રાજકોટમાં તેમના સમર્થકો અને કૉંગી કોર્પોરેટરો વધુ ઉગ્ર બન્યા છે. આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં રાજકોટના 19 જેટલા કોંગ્રેસ કોર્પોરેટર તેમના ઘરે દોડી આવ્યા હતા. જેમણે ઇન્દ્રનીલને સમજવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગઈ કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુને વિવિધ જ્ઞાતિના આગેવાનો મળ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે આજે ફરી 19 જેટલા કૉંગી કોર્પોરેટર ઇન્દ્રનીલને સમજવા અને તેમના સમર્થમાં પહોંચ્યા હતા. પરંતુ ઇન્દ્રનીલે આજે પણ કૉંગ્રેસમાં ન જોડાવાની વાત કરી છે. કૉંગી કોર્પોરેટરોનું કહેવું છે કે જો ઇન્દ્રનીલ કોંગ્રેસમાં નહિ જોડાય તો આગામી દિવસોમાં તેઓ ઇન્દ્રનીલના ઘરની બહાર જ ધરણાં કાર્યક્રમ યોજશે તો સાથે સાથે દિલ્હી હાઈકમાન્ડ પર પણ ઇન્દ્રનીલ મામલે પ્રેસર લાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.