રાજકોટની પ્રજા તહેવાર સુખેથી માણી શકે તે માટે પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે બનાવ્યો એકશન પ્લાન

New Update
રાજકોટની પ્રજા તહેવાર સુખેથી માણી શકે તે માટે પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે બનાવ્યો એકશન પ્લાન

રાજકોટ દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એકશન પ્લાન બનાવ્યો છે.

રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઆેને પોલીસ સ્ટાફની દરરોજ સાંજે લેવાતી હાજરી (રોલકોલ) પોલીસ સ્ટેશનમાં લેવાને બદલે ભીડભાડવાળા વિસ્તારોમાં લેવા આદેશ આપ્યો છે જેથી તમામ પોલીસ સ્ટાફ ગણવેશમાં મોડે સુધી બજારમાં હાજર રહેશે ઉપરાંત વાહન ચેકિંગ અને રાઉન્ડ ધ કલોક પેટ્રાેલિંગ તેમજ પગપાળા પેટ્રાેલિંગ કરવા સૂચના અપાઈ છે.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી, એસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં તાજેતરમાં આવનાર દીવાળીના તહેવારો સંદર્ભે પેટ્રાેલીગ તથા ખાસ ચેકિંગ હાથ ધરી, પોલીસ અધિકારીઆેને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવાની સુચના કરવામાં આવેલ હતી.

દીવાળીના તહેવાર દરમિયાન સામાન્યરીતે બજારમાં વિશાળ પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોઇ, લોકોનું ધ્યાન ખરીદીમાં હોય તે દરમિયાન નજર ચુકવી, માલ સામાન તથા રોકડ રકમની ચોરીના બનાવો બનતા હોય છે. ઉપરાંત, વેપારીઆેની દુકાનમાં પણ વધુ પ્રમાણમાં ગ્રાહકો આવતા હોવાથી અને વેપારીઆેનું ધ્યાન વેપારમાં હોય તે દરમિયાન પણ ઘણા ગઠિયાઆે નજર ચુકવી દુકાનમાંથી પણ માલ સામાન, કિંમતી વસ્તુઆેની તેમજ રોકડ રકમની ચોરી તથા છેતરપીડીના બનાવો બનતા હોય છે. જેને કારણે દીવાળીના સમય દરમિયાન લોકો તહેવાર શાંતીભર્યા માહોલમાં ઉજવી શકે તે હેતુથી તેમજ તહેવારના માહોલમાં પોતાની ખરીદી શાંતીથી કરી શકે તે હેતુથી રાજકોટ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ પોલીસ સ્ટેશનના માણસો દ્વારા પેટ્રાેલીગ તથા ચેકિંગ પોઇન્ટ ગોઠવી, બજારમાં ચોરી તથા છેતરપીડીના ઇરાદે આવતા વ્યિક્તઆેને પકડી પાડી, આવા ઇસમો વિરુધ્ધ કડક હાથે કામ લેવા પણ સુચના કરવામાં આવેલ છે.

Latest Stories