Connect Gujarat
ગુજરાત

રાજકોટની મહિલા સાથે બેંકના પૂર્વ પટાવાળાએ કરી છેતરપીંડી

રાજકોટની મહિલા સાથે બેંકના પૂર્વ પટાવાળાએ કરી છેતરપીંડી
X

રાજકોટમાં એક મહિલાને બેંક માંથી ગોલ્ડ લોન અપાવવાના બહાને પૂર્વ બેંકના પટાવાળા એ છેતરપીંડી કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

રાજકોટ શહેરના ત્રિકોણબાદ પાસે એસબીઆઈની જીમખાના બ્રાંચ આવેલી છે અને આ બ્રાંચમાં મહેન્દ્ર જાદવ નામનો વ્યક્તિ પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. બેંકની બાજુના વિસ્તારમાં રહેતા બીનાબેન ઠાકર નામના મહિલાના પુત્રને ધંધા માટે પાંચ લાખ રૂપિયાની જરૂર ઉભી થતા બીનાબહેને પટ્ટાવાળા મહેન્દ્રનો સંપર્ક કર્યો અને બેંક માંથી સોના પર લોન અપાવવા જણાવ્યુ.

ઠગ પટ્ટાવાળા મહેન્દ્રએ બીનાબહેનને લોન અપાવવા માટે ખાતરી હતી. અને બીનાબહેન પાસે રહેલા ૧૯૬ ગ્રામ એટલે કે ૬ લાખના સોના સામે ૫ લાખ રૂપિયાની લોન અપાવી દેવા પણ મહેન્દ્ર એ જણાવ્યુ હતુ.

બીનાબહેને મહેન્દ્રને ૬ લાખનું સોનુ આપ્યુ હતુ પરંતુ મહેન્દ્રએ આ સોનુ બેંકને બદલે અન્ય જગ્યા પર આપી તેના બદલામાં બીનાબહેનની જરૂરિયાત સામે માત્ર અઢી લાખ રૂપિયા જ આપ્યા હતા. અને આ અંગે બીનાબહેને તેઓને પુછતા મહેન્દ્રએ યોગ્ય જવાબ આપ્યો ન હતો.

આખરે બીનાબહેનને પોતે છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતા તેણીએ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીનાબહેનની ફરિયાદને આધારે પોલીસે આરોપી મહેન્દ્ર જાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સાથે છેતરપીંડી કરનાર એસબીઆઈ બેંકના પૂર્વ કર્મચારી મહેન્દ્રને બેંકમાંથી થોડા સમય પહેલા જ હકાલપટ્ટી કરવામાં આવી છે. મહેન્દ્ર સામે અન્ય પણ ફરિયાદો આવતા બેંક દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Next Story