New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Untitled-5-copy.jpg)
રાજકોટમાં રાજેન વેફર્સ પર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પડયા હતા, અને 1800 કિલો અખાદ્ય ફરાળી વાનગીઓનો જથ્થો ઝડપી પડયો હતો.
રાજકોટની રાજેન વેફર્સના પ્રોડકશન હાઉસ માંથી આરોગ્ય વિભાગની ટીમે સડેલા બટાકા, ગંદકી થી ખદબદતા બટાકાની છાલનો માવો સહિતની અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં આરોગ્ય વિભાગનાં પંકજ રાઠોડે જણાવ્યુ હતુ કે આ પ્રકારનો અખાદ્ય ખોરાક ખાવાથી ફુડ પોઈઝનીંગ, તાવ, ઝાડા ઉલ્ટી જેવી બિમારી પણ થઈ શકે છે. અને રાજેન વેફર્સના પ્રોડકશન હાઉસમાં તમામ વસ્તુઓ પામ તેલમાંથી જ બનાવવામાં આવતી હતી. તેમજ ફરાળી અને નોન ફરાળી તમામ વસ્તુઓ એક જ જગ્યાએ બનાવવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા રાજેન વેફર્સના સંચાલકો સામે આ અંગેની જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.