New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/sddefault-12.jpg)
આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટ શહેરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે.
રંગીલા રાજકોટ શહેરમાં છેલ્લા 31 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર વખતે અલગ-અલગ થીમ રાખવામાં આવે છે.
આ વખતે રાજકોટમાં નીકળેલી શોભાયાત્રામાં ગોવર્ધનધારી શ્રીકૃષ્ણ ભગવાનની થીમ રાખવામાં આવી છે.
આ થીમ રાખવા અંગે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી શાંતુભાઇ રૂપારેલીયા જણાવ્યું હતું કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં ખેતીલાયક વરસાદ ન થયો હોવાથી ઇન્દ્રદેવને રિઝવવા માટે ગોવર્ધનધારી શ્રીકૃષ્ણની થીમ રાખવામાં આવી છે.