રાજકોટમાં ધોધમાર વરસાદી પાણીમાં તણાઈ જતા બેના મોત, બે ની શોધખોળ શરૂ

New Update
રાજકોટમાં ધોધમાર વરસાદી પાણીમાં તણાઈ જતા બેના મોત, બે ની શોધખોળ શરૂ

રાજકોટમાં શુક્રવારના રોજ અનરાધાર વરસાદના કારણે ચાર લોકો પાણીમાં તણાયા હતા. જે પૈકી બે લોકો ના મોત નિપજ્યા છે. જ્યારે કે બે ની શોધખોળ કલાકો બાદ પણ શરૂ છે. શહેરના માલધારી સોસાયટીમાં ૯ વર્ષનો વિજય પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. જે બાદ ફાયર બ્રિગેડ ને જાણ કરતા તેની લાશ લાલપરી તળાવ માંથી મળી આવી હતી.

publive-image

તો બીજી તરફ શહેરના કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કની ગટરમાં એક યુવક તણાઈ આવતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ શહેરના મોચી બજારના વોકળામાં સતીષ પઢીયાર નામનો 25 વર્ષીય યુવક તણાયો હતો. શહેરના મોટા મોવના વોકળામાં શૈલેષ મકવાણા નામનો યુવાન તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.