રાજકોટમાં નવી ચલણી નોટો સાથે વધુ એક શખ્સ ઝડપાયો
BY Connect Gujarat22 Dec 2016 12:48 PM GMT

X
Connect Gujarat22 Dec 2016 12:48 PM GMT
નોટબંધી બાદ લોકોને બેંકમાંથી રોકડ મેળવવા માટે તકલીફ વેઠવી પડી રહી છે ત્યારે કાળા બજારીયા ઓ દ્વારા સેટલમેન્ટ કરીને પણ નવા ચલણની ગુલાબી 2000 રૂપિયાની નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે.
નોટબંધીના 44માં દિવસે પણ લોકોને હજી પોતાની જરૂરિયાત મુજબના નાણાં બેંક માંથી મળતા નથી. ત્યારે બીજી તરફ કેટલાક ઈસમો દ્વારા નવી ચલણી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચની વેસ્ટ ટીમને પણ આ અંગેની માહિતી મળતા પોલીસે જયેશભાઈ ચચા નામના યુવકની ધરપકડ કરી હતી. અને તેમજ તેની પાસેથી રૂ.2000ના દરની 250 નોટો એટલે કે 5 લાખ રૂપિયા પણ કબ્જે કર્યા હતા. આ અંગે આયકર વિભાગને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.
Next Story