રાજકોટમાં પણ રાત્રિ “કરફ્યુ” લાદવામાં આવશે, કરફ્યુનો ભંગ કરનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી

0

કોરોના મહામારીના કારણે આજ રાત્રીથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવશે, ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાં અંતર્ગત રાત્રીના 9 વાગ્યાથી રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવતા રાજમાર્ગો, શેરીઓ-ગલીઓમાં એકઠા થવા પર પાબંધી લગાવવામાં આવી છે. જો લોકો એકઠા થશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ ગોંડલ ચોકડીથી ગ્રીન લેન્ડ ચોકડી સુધીનો રોડ, જામનગર-માધાપર ચોકડી-માલિયાસણ સુધીનો રોડ પર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર યથાવત રાખવામાં આવી છે. ઉપરાંત લગ્ન પ્રસંગની મંજૂરી અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવેલ કોવિડ-19ની ગાઈડલાઈનનું પણ લોકોએ પાલન કરવું પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here