રાજકોટમાં મહિલા કોંગી કાર્યકર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી

New Update
રાજકોટમાં મહિલા કોંગી કાર્યકર અને પોલીસ  કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, આ ઘટનામાં કોંગી મહિલા કાર્યકર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisment

બનાસકાંઠાના ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થર મારાની ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોમ બાગ ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. કોંગ્રેસે ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સમયે એક મહિલા કોંગી કાર્યકર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી થઇ હતી, જે ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી.