Connect Gujarat
ગુજરાત

રાજકોટ ગોંડલ રોડ પર આવેલ પૂર્વ ધારાસભ્ય ની બંધ હોટલમાં લૂંટારૂ ઓ ત્રાટક્યા

રાજકોટ ગોંડલ રોડ પર આવેલ પૂર્વ ધારાસભ્ય ની બંધ હોટલમાં લૂંટારૂ ઓ ત્રાટક્યા
X

રસોઈ કરતી મહિલા અને ડ્ર્રાઈવર ને મારમારી સોના ના દાગીના અને રોકડ રકમ ની લૂંટ કરી લૂંટારુ ઓ ફરાર

રાજકોટ ગોંડલ ને.હા.વે ને અડીને આવેલ રીબડા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા ની ચક્રવ્યૂહ હોટલ આવેલી છે,જે હાલ માં બંધ હાલત માં છે,આ હોટલ માં રાત્રી દરમિયાન બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા અને રસોઈ બનાવતી મહિલા તેમજ ડ્ર્રાઈવરને ચપ્પુની અણીએ બંધક બનાવી ને મારમારી લૂંટને અંજામ આપ્યો હતો.

જાણવા મળતી માહિતી અનુસાર ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ચક્રવ્યૂહ હોટલ હાલ માં બંધ હાલત માં છે,જે હોટલમાં રાત્રી દરમિયાન ત્રણ બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા.અને રસોઈ કામ કરતા પન્નાબહેન જયેશભાઇ ટાંક ને ચપ્પુ ની અણી બતાવીને ધાકધમકી આપી હતી.અને ચપ્પુના આછા ઘા કરીને બાંધી દીધા હતા,જયારે ડ્ર્રાઈવર ને પણ મારીમારીને લૂંટ ને અંજામ આપ્યો હતો.

લૂંટારુ ઓ સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા 10000ની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.લૂંટને અંજામ આપવા માટે આવેલા અજાણ્યા લૂંટારુઓ એ રસોઈ,ફ્રૂટ,નાસ્તા ની લિજ્જત માણવાની સાથે દેશી દારૂ પણ ઢીંચી ને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story