/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/nmm-1.jpg)
વીરપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અશ્વિનસિંહ નીરૂભાએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા આરોપીને જામીન મુક્ત કરવા માટે 1 લાખની લાંચની માગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે 25 હજાર આપવાનું નક્કી કર્યું હતું.
આ રકમ કોન્સ્ટેબલના મિત્ર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળાને આપવા જણાવ્યું હતું. પરંતુ આરોપીને લાંચ આપવી ન હોય એસીબી ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. આથી રાજકોટ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને કોન્સ્ટેબલ વતી લાંચ સ્વીકારનાર રાજેન્દ્રસિંહને રંગે હાથ લાંચ લેતા ઝડપ્યો હતો. એસીબીએ કોન્સ્ટેબલ અને તેના મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુરના ડીવાયએસપી ભરવાડે લાંચ લીધી હતી. એસીબી તેને ઝડપે તે પહેલા તે ફરાર થઇ ગયા હતા. થોડા દિવસ પહેલા તેની કાર અને યુનિફોર્મ અમદાવાદથી રેઢા મળ્યા હતા. પોલીસ હજુ લાંચીયા ડીવાયએસપીને ઝડપી નથી શકી ત્યાં ફરી જેતપુરની બાજુમાં વીરપુરના કોન્સ્ટેબલનો આ કેસ સામે આવ્યો છે.