/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-213.jpg)
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં જુગારની મોસમ સોળે કલાએ ખીલતી હોઈ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા જુગાર રમતા સખશોને પકડવા જુદી જુદી ટિમો પણ બનાવવામાં આવી છે.
ત્યારે રાજકોટના પ્રદ્યુમ્ન પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી 8 જેટલા શખ્સો ને ઝડપી પાડવામાં આવ્યા છે. એક તરફ થી પોલીસ દ્વારા જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં આવે છે. તો બીજી તરફ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જુગાર ધામ ઝડપાતા રાજકોટ શહેર પોલીસના માથે કાળો ડાઘ લાગ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર બી .એમ . કાતરિયાના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિલાઓ સહિત 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ પુત્ર રવિ વાઘેલા જુગરધામ ચલાવતો હતો. તેના પિતા જગદીશ ભાઈ વાઘેલા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હોવાથી તેમને હેડ ક્વાર્ટરમાં જ ઘર ફાળવવામાં આવ્યું હતું. તો તેના પિતા જગદીશભાઈ ટીબીના પેશન્ટ હોઈ ત્રણ મહિનાથી સિક લિવ પર છે.