રાજકોટ : ભુમાફિયા કમલેશ રામાણી ફરી વાર સંપડાયો વિવાદમા, દારુની મહેફિલ માણતા ઝડપાયો
BY Connect Gujarat6 Sep 2019 4:57 PM GMT

X
Connect Gujarat6 Sep 2019 4:57 PM GMT
છેલ્લા ચાર વર્ષથી કોઈને કોઈ વિવાદમા બિલ્ડર કમલેશ રામાણી ફસાતો આવ્યો છે. ક્યારેક મહિલાઓ સાથેના લગ્નેતર સંબંધોમા તો ક્યારેક બળાત્કાર, ફાયરીંગ અને જમિના પચાવી પાડવા જેવા ગંભીર ગુનામા સંપડાતો આવ્યો છે. ત્યારે ફરી એક વાકર વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી વિવાદમા આવ્યો છે. મહિલા સાથે દારુની મહેફિલ માણતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે રેડ કરતા તે મહિલા સાથે દારુ પિધેલી હાલતમા ઝડપાયો હતો.
ત્યારે હાલ કમલેશ રામાણી અને તેની સાથે રહેલી મહિલાને તાલુકા પોલીસ સ્ટેશને અટક કરીને રાખવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા ફાયરીંગના બનેલ બનાવમા કમલેશ રામાણી સહિતનાઓ વિરુધ્ધમા ગુનો નોંધાયો છે.
Next Story