રાજકોટ : મુખ્યપ્રધાન વિજય રુપાણીના પિતરાઈને સમયસર 108ની સારવાર ન મળતા થયુ મોત, કલેકટરે સોંપ્યો રીપોર્ટ

0
301

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના માસીયાય ભાઈ અનિલભાઈ સંઘવીને શ્વાસની તકલીફને કારણે ગત ૪ ઓક્ટોબરના મોત નીપજ્યું હતું. અનિલભાઈને શ્વાસની તકલીફ થતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮ સેવાને લેન્ડલાઇન પરથી ફોન કરી બોલાવવામાં આવી હતી. પરંતુ ૧૦૮ મોડી આવતા અનિલભાઈને સમયસર સારવાર આપી શકાઈ ના હતી જેથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે જયારે સીએમ રાજકોટ આવ્યા ત્યારે પરિવારજનોને આશ્વાસન આપવા ગયા હતા ત્યારે પરિવારજનો દ્વારા સીએમને ૧૦૮ મોડી આવી હોવાનું જણાવતા સીએમએ કલેકટરને તપાસના આદેશ આપ્યા હતા. જોકે કલેકટરની પ્રાથમિક તપાસમાં ૧૦૮ના સોફટવેર મુજબ જે લેન્ડમાર્ક બતાવવામાં આવ્યો હતો. જે લેન્ડમાર્ક રાજકોટમાં બે સ્થળ પર હતો. જેથી ઓપરેટર દ્વારા અન્ય લેન્ડમાર્ક તરફ ૧૦૮ લઇ જવામાં આવી હતી. જેથી એડ્રેસ સુધી પહોચવામાં મોડું થયું હતું.

બીજી તરફ યોગ્ય સમયે ૧૦૮ને એડ્રેસ નહિ મળતા ૧૦૮ના કર્મચારી દ્વારા જે લેન્ડલાઈન નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર પર ૧૩ વાર રીટર્ન ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર ફોન નહિ લગતા ૧૦૮ને અનિલભાઈના ઘર  પર પહોચવામાં મોડું થયું હતું. જોકે સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં સોફટવેરમાં ગુગલ મેપ ઉપયોગ કરવામાં આવે છે તે ઓટોલોકેટ હોય છે. જેથી શહેરમાં બે લેન્ડમાર્ક સરખા હોવાથી આવો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીપોર્ટમાં આમે આવ્યું હતું.  આ મામલે હવે કલેકટર દ્વારા ગાંધીનગર પ્રાથમિક રીપોર્ટ સોપી દેવામાં આવ્યો છે અને હવે ઊંડાણપૂર્વકની તપાસ આરોગ્ય વિભાગને સોપવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here