રાજકોટ સરકાર વાટા ઘાટ નહી કરે તો લાભ પાંચમ બાદ પણ યાર્ડ બંધ રહેશે : અતુલ કમાણી

New Update
રાજકોટ સરકાર વાટા ઘાટ નહી કરે તો લાભ પાંચમ બાદ પણ યાર્ડ બંધ રહેશે : અતુલ કમાણી

રાજકોટ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 28 માર્કેટ યાર્ડ ભાવાંતર યોજના મુદ્દે ચાલી રહેલ હડતાળને કારણે બંધ છે. છેલ્લા ત્રણ દિવસમા કરોડો રૂપિયાનુ ટર્ન ઓવર ઠપ્પ થયેલ છે. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે 28 માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશનના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. આગામી દિવસોમા ક્યા પ્રકારની રણનિતી અપનાવી તે મુદ્દે ચર્ચા કરવામા આવી હતી. ત્યારે કનેકટ ગુજરાતની સાથેની વાતચીતમા વેપારી કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી અમે ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવા માટે લડી રહ્યાં છે. જો આ મુદ્દે સરકાર અમારી સાથે મિટિંગ નહીં કરે તો આવનાર સમયમાં ગુજરાતમાં ખેડૂતોની સાથે રાખી આંદોલન કરવામા આવશે.

યાર્ડ ચેરમેને કહ્યુ લાભપાંચમથી યાર્ડમા ખરીદી શરૂ કરવામા આવશે

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા યાર્ડના ચેરમેન ડિ.કે.સખીયા એ જણાવ્યુ હતુ કે લાભ પાંચમથી યાર્ડમા ખરીદી શરૂ કરવામા આવશે. વેપારીઓ સાથે વાત ચીત થઈ ગઈ છે. પરંતુ યાર્ડમા વચેટીયા તરીકે કામ કરતા કમિશ્ન એજન્ટ માનતા ન હોવાથી હડતાળ હજુ પણ શરૂ છે.

કમિશ્ન એજન્ટ પ્રમુખે જણાવ્યુ સીએમ મીટિંગ નહી કરે તો હડતાળ લાભ પાંચમ પછી પણ યથાવત રહેશે

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા રાજકોટ બેડિ માર્કેટ યાર્ડના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યુ હતુ કે 72 કલાક વિતી ચુક્યા હોવા છતા સરકાર તરફથી અમારી સાથે કોઈ વાટાઘાટ કરવામા આવી નથી. ત્યારે જો લાભ પાંચમ સુધીમા સરકાર દ્વારા કોઈ વાટાઘાટ કરવામા નહી આવે તો હડતાળ ત્યારબાદ પણ યથાવત રહેશે

Latest Stories