રાજકોટ : સૌની યોજનાની પાઇપલાઇન જમીનમાંથી નીકળી બહાર, ખેડૂતને થયું લાખોનું નુકસાન

New Update
રાજકોટ : સૌની યોજનાની પાઇપલાઇન જમીનમાંથી નીકળી બહાર, ખેડૂતને થયું લાખોનું નુકસાન

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અભેપર ગામે સૌની યોજનાની પાઇપલાઇન જમીન થી બહાર નીકળતા ગ્રામજનોમાં કુતુહુલતા સર્જાઈ

સૌની યોજના અંતર્ગત અભેપર ગામના સર્વે નંબર 45માં પાઇપલાઇન નાખવામાં આવી હતી. જે પાઇપલાઇન ટેક્નિકલ કારણોસર જમીન માંથી બહાર આવી જતા. ખેડૂત લાલજીભાઈ સોરઠીયા દ્વારા કરવામાં આવેલ મગ, જુવાર, મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણ માં નુકસાન થવા પામ્યું છે. આ અંગે સૌની યોજનના અધિકારી પ્રદીપ રાવલ નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પાઇપલાઇન નું રીપેરીંગ કામ ચાલતું હતું. જેથી પાઇપલાઇન માં પાણી નહોતું ત્યારે પાઇપલાઇન માં એર વધી જતાં આ પ્રકારનો બનાવ બન્યો છે. તો બીજી તરફ ખેડૂત પોતે આ અંગે તંત્ર પાસે વળતર ની માંગણી કરી રહ્યો છે.