મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસની નેમ સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ જ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. તેમણે જે ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપી છે તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને રર ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ અમદાવાદની ર ડ્રાફટ, ર પ્રીલીમીનરી, ૧ ફાયનલ તેમજ સુરતની ૧ પ્રીલીમીનરી અને ગાંધીનગર બે પ્રીલીમીનરી મળીને કુલ-૮ ટાઉન પ્લાનીંગ સ્કીમને એકજ દિવસમાં મંજૂરી આપી છે. તદ્દઅનુસાર અમદાવાદની ડ્રાફટ ટી.પી. સ્કીમ ૪૦૮-ઓગણજ ને ૪૦૭ લપકામણ-રકનપુર-સાંતેજને મંજૂરી આપી છે.

અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે તેમાં ર૩૮-ભાટ સુઘડ, ૮પ સરખેજ-મકરબા-ઓકફ અને ૧ ફાયનલ ટી.પી. સ્કીમ તરીકે ૧૦ર નિકોલને પરવાનગી મળી છે. ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં ૧૦-અડાલજ-પોર તેમજ ૯/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં ૩૯ ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુકત વિકાસને વેગ આપવા જે ટી.પી, ડી.પી. મંજૂર કરી છે તેના પરિણામે અમદાવાદ મહાનગરમાં ૪૧ર હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. ૬૪૦ કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે.

વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપી છે તેના પરિણામે અંદાજે ૫૫૦ હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુકત વિકાસ થશે. આ માંથી રપ.પપ હેકટર જમીન સામાજિક આર્થિક વર્ગના લોકોના રહેણાંક હેતુસર, ૩ર.૦૩ હેકટર બાગ-બગીચા અને ખૂલ્લી જગ્યા હેતુથી તેમજ ૧૯.૪ર હેકટર જેટલી જમીનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સહુલિયત પ્રાપ્ત થશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ ર૦૧૯ના વર્ષના પ્રથમ આઠ જ માસમાં ૬૬ ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-ર૩ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. તેમણે રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-ર૧ ફાયનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે. વધુમાં તેમણે જે ઝડપે ડ્રાફટ સ્કીમને મંજૂરી અપાય છે તેજ ગતિએ આ ડ્રાફટ ટી.પી.માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ સંબંધિત સત્તામંડળોને આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here