/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/WhatsApp-Image-2019-06-23-at-5.32.55-PM.jpeg)
રાજસ્થાનના બાડમેરમાં રામકથા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તોફાન અને વરસાદના આવવાના કારણે ટેન્ટ તૂટી પડ્યો હતો. જેને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો રામકથા સાંભળી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ટેન્ટમાં કરન્ટ ફેલાઇ ગયો હતો જ્યારે ટેન્ટ પડતા ભાગદોડ મચી ગઇ હતી. વરસાદના કારણે ટેન્ટની આસપાસ ખૂબ કિચડ થયો હતો. વાસ્તવમાં જિલ્લાના એક ગામમાં રામકથા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તોફાન આવવાથી મંડપ તૂટી પડ્યો હતો. તોફાન એટલું જોરદાર હતું કે, લોકોને બચવાની એક તક પણ મળી નહોતી.
હાલમાં રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ટેન્ટમાં અનેક લોકો ફસાયાની આશંકા છે. લોકોને ટેન્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, અનેક લોકોના મોત શ્વાસ રુંધાવા અને કરંટ લાગવાના કારણે થયું છે.