રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલનાં જન્મ દિવસની પીરામણ ગામ ખાતે ઉજવણી કરાઈ

New Update
રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલનાં જન્મ દિવસની પીરામણ ગામ ખાતે ઉજવણી કરાઈ

રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલનાં 69માં જન્મ દિવસ પ્રસંગે તેઓના માદરે વતન અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાંસદ અહમદ પટેલનાં અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે ગ્રામજનો સાથે કેક કાપીને અહમદ પટેલનાં જન્મ દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને પીરામણનાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અહમદ પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.