Top
Connect Gujarat

રાજ્યસભાની ચૂંટણીમાં મધ્યરાત્રીએ અહમદ પટેલનો ઉદય

રાજ્યસભાની ચૂંટણીમાં મધ્યરાત્રીએ અહમદ પટેલનો ઉદય
X

ગુજરાત રાજ્યસભાનાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપનાં દાવપેચ આખરે અવળા પડયા હતા, અને કોંગ્રેસના અહમદ પટેલે હરીફોને ધોબી પછાડ આપીને 44 મતથી વિજય હાંસલ કર્યો હતો.

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પ્રક્રિયા શરુ થયા બાદ રાજકીય દાવપેચ શરુ થઇ ગયા હતા. અને કોંગ્રેસના બાળવાખોર 6 ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા, અને રાજ્યસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન પણ ક્રોસ વોટિંગનો સિલસિલાએ સમીકરણો બદલાય તેવી ગણતરીઓ કરી હતી. જોકે કોંગ્રેસે અહમદ પટેલની જીતનો કરેલો દાવો સાચો પડયો હતો.

કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોએ પોતાનો મત ભાજપના રાષ્ટ્રપ્રમુખ અમિત શાહને બતાવતા કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કરી સમગ્ર બાબત દિલ્હી ચૂંટણી પંચ સુધી પહોંચાડી હતી. મોડી રાત્રે ચૂંટણી પંચે આ બે મત રદ કરીને મતગણતરીનો આદેશ આપ્યો હતો. જો કે ભાજપે પંચના નિર્ણયનો વિરોધ કરીને તેમને ઉઠાવેલા વાંધાનો નિકાલ નહિ આવ્યો હોવાનું જણાવી મતગણતરી અટકાવી રાખી હતી.

રાજ્યસભાની ચૂંટણના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મધ્યરાત્રીએ વિજય બનેલા અહમદ પટેલે પોતાના વિજયનો શ્રેય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને આપતા જણાવ્યુ કે મારી રાજકીય કારકિર્દીની અંદર સૌથી અઘરી ચૂંટણી રહી છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કર્યો તેમછતાં કોંગ્રેસના નેતાઓ એક પરિવાર બની મારો સાથ સહકાર આપ્યો. જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે.

વધુમાં અહમદ પટેલે જીત બાદ ટ્વિટ પર પ્રતિક્રિયા આપીને સત્યમેવ જયતે પોસ્ટ કર્યુ હતુ. અને અહમદ પટેલે ટ્વિટર થી જણાવ્યુ હતુ કે ફક્ત આ મારી જીત નથી આ ધનબળ, બાહુબળ અને રાજ્ય સરકારની મશીનરીના દૂર ઉપયોગની આકરી હાર છે, અને મારી જીતનો શ્રેય કોંગ્રેસના ધારાસભ્યોને જાય છે.

વધુમાં અહમદ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હું દરેક ધારાસભ્યને ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે ધમકી અને ભાજપના દબાણ છતાં મારા માટે મતદાન કર્યુ.

ભાજપની રાજનીતિક ચાલને પાર કરતા અહમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં 44 મતથી વિજય પ્રાપ્ત કર્યો છે.

Next Story
Share it