Top
Connect Gujarat

રેલવે દ્વારા ઉર્જા ખર્ચમાં રૂ 41000 કરોડ બચાવવાની યોજના 

રેલવે દ્વારા ઉર્જા ખર્ચમાં રૂ 41000 કરોડ બચાવવાની યોજના 
X

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ અનાવરણ મિશન 41k દ્વારા આગામી દાયકામાં ઊર્જા ખર્ચમાં રૂ.41,000 કરોડ બચાવવાની ઘોષણા કરી હતી.

આ મિશન 41k ને ભારતીય રેલવે એનર્જીની પહેલ સાથે સંબંધ ધરાવતા બાહ્ય હિસ્સેદારો સાથે ચર્ચા વિચારણા દરમિયાન રજુ કરવામાં આવ્યુ હતુ.

એક અહેવાલ અનુસાર આ મિશન હેઠળ છેલ્લા દાયકામાં થયેલ વીજળીકરણના કામોમાં બમણો વધારો કરવામાં આવશે તેમજ આ રેલવે ઊર્જા મિશ્રણમાં 1000 મેગાવોટની સૌર શક્તિ અને 200 મેગાવોટ ની પવન ઊર્જાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.

આ અંગે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે આ યોજનાના સફળ અમલીકરણ માટે વિવિધ સહભાગીઓ સાથે વ્યૂહાત્મક રીતે ચર્ચા પણ કરવામાં આવી હતી.તેમજ આ માટે નિયમનકારી માળખાનો પણ લાભ લેવામાં આવશે.

રેલવેના જણાવ્યા અનુસાર લગભગ 50 ટકા ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ થયા છે જેને લીધે ઊર્જા બિલમાં ઘટાડો થયો છે સાથે સાથે કાર્બનમાં પણ ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા વર્ષોમાં રેલવે મંત્રાલય મિશન ઇલેક્ટ્રિફિકેશન મારફતે 90 ટકા વીજળીકરણ કરીને ઊર્જા ખર્ચમાં સુધારો કરવા તેમજ આયાતી બળતણ પરનું અવલંબન ઘટાડવા માંગે છે.

Next Story
Share it