તારીખ 7મી  એપ્રિલ ની રાત્રે રાજકોટમાં ગુજરાત લાયન્સની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર કોલકતા નાઈડ રાઈડર્સ સામેના મુકાબલાથી IPLની 10મી  સિઝનનો પ્રારંભ કરશે, રૈનાની કેપટન્સી હેઠળની ગુજરાત લાયન્સની ટીમમાં માત્ર બે ગુજરાતી ક્રિકેટરો સામેલ છે, જેમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે આજની મેચમાં રમી શકશે નહીં, આમ છતાં ગુજરાતને હોમગ્રાઉન્ડ પર વિજય સાથે નવી સિઝનની શરૂઆતની આશા છે.

3454768

જેમાં ગૌતમ ગંભીરની કેપટન્સી હેઠળની કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ  બે વખત IPL ચેમ્પિયન બની ચુકી છે, અને હવે તેઓ ત્રીજી વખત ટાઇટલ જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે, રાજકોટમાં આજે રાત્રે 8.00 વાગ્યાથી મેચ શરૂ થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here