વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર બન્યું ત્રણ વિશ્વ વિક્રમનું સાક્ષી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર ત્રણ વિશ્વ
વિક્રમનું સાક્ષી બન્યું છે. તાના-રીરી મહોત્સવ પ્રસંગે વિરાસત ભુમિ પર ત્રણ વિશ્વ રેકોર્ડ
રચાયા હતાં.
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવમાં આજે નાવીન્ય ઉમેરાયું છે. તબલા તાલીમ સંસ્થાના 150 કલાકારો દ્વારા 30 મિનીટમાં 28 તાલ રજૂ કરાયા હતા.જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું 06 થી 60 વર્ષ સુધીના કલાકારો સહિત 05 થી 10 દિવ્યાંગ વિધાર્થીઓએ જોડાયા હતા.
આ ઉપરાંત 108 વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને રે કહીએ. રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. તેમણે જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી. આ ઉપરાંત કલાગુરૂ શીતલ બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ,હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતના મહેમાનો અને મોટી સંખ્યામાં કલારસિકો હાજર રહયાં હતાં.