Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ શાળાની વિદ્યાર્થીનીઓએ લીધી 181ની મદદ, કારણ જાણીને લાગશે આંચકો

વડોદરાઃ શાળાની વિદ્યાર્થીનીઓએ લીધી 181ની મદદ, કારણ જાણીને લાગશે આંચકો
X

નવરચના શાળામાં ફી નહીં ભરતાં વિદ્યાર્થીનીઓને શાળાની બહાર કાઢી મૂકાઈ, 181ની ટીમનો શાળામાં જતાં અટકાવાઈ

શાળાઓમાં ફી નિયમન મામલે ચાલી રહેલી લડત બાદ પણ વડોદરાની એક શાળાઓ પોતાની દાદાગીરી બતાવી છે. નવરચના શાળામાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીનીઓને આજરોજ શાળાની બહાર ઊભી રાખી દેવાતાં મહિલા હેલ્પલાઈન અભયમની મદદ લેવામાં આવી હતી. જોકે શાળા સંચાલકોએ અભયમની ટીમને પણ શાળામાં પ્રવેશવા નહીં દેતાં વિવાદ વધુ વકર્યો છે.

વડોદરામાં આવેલી નામાંકિત નવરચના સ્કૂલ વિવાદમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન મામલે શાળાઓને સૂચના આપી હોવા છતાં બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી છે. તેવામાં વડોદરાની નવરચના સ્કૂલ વિવાદમાં આવી છે. શાળામાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીનીઓને આજરોજ શાળાની બહાર કાઢી મૂકી હતી.

આ વિદ્યાર્થીનીએ અભયમની ટીમ 181ની મદદ લિધી હતી. જોકે શાળા સંચાલકોએ 181ની ટીમ સાથે પણ પોતાની દાદાગીરી વાપરી તેમને પણ શાળામાં પ્રવેશતા અટકાવ્યા હતા. જેના કારણે સ્કૂલ વધુ વિવાદમાં આવી હતી. આ બાબત જાણીને ત્યાં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Story
Share it