વડોદરા:શહેર અને જિલ્લામાં પુરગ્રસ્તોને સહાયતાનું વિતરણ પુરજોશમાં,બુધવારની સાંજ સુધીમાં 2.37 કરોડ થી વધુ રકમની ચુકવણી કરાઈ

માત્ર સરકારી તંત્ર દ્વારા ભરાવવામાં આવેલા ફોર્મ્સમાં જ સહાયતા મળવા પાત્ર:કોઈ ખાનગી વ્યક્તિઓને ફોર્મ ભરાવવાનું કામ સોંપાયું નથી:કલેકટર
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્તોને સરકારના ધારાધોરણો અને નિયમો અનુસાર ઘરવખરી અને રોકડ સહાયની ચુકવણી પુરજોશમાં ચાલી રહી છે અને બુધવારથી ગ્રામ વિસ્તારોમાં રોકડ સહાયની ચુકવણી ચાલુ કરવામાં આવી છે.
ઘરવખરી અને રોકડ સહાય સરકાર દ્વારા અને સરકારી તંત્રની મદદથી થઈ રહી છે તેનો ઉલ્લેખ કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે કોઈ ખાનગી સંસ્થા,વ્યક્તિઓ કે એજેન્સી ને ફોર્મ ભરાવવા કે સહાય આપવાની કામગીરી સોંપવામાં આવી નથી.ફક્ત સરકારી તંત્ર દ્વારા ભરાવવામાં આવેલા ફોર્મસ જ અધિકૃત છે અને નિયમાનુસાર સહાયને પાત્ર ગણાશે.એટલે લોકો કોઈ ખાનગી વ્યક્તિકે સંસ્થાના દાવા ને ન માને અને એમની સહાય ન લે.
નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલે માહિતી આપી કે બુધવારની સાંજ સુધીમાં શહેરના 8619 કુટુંબોને રૂ.1કરોડ72લાખ38000ની ચુકવણી ઘરવખરી સહાયના રૂપમાં અને 38353 અસરગ્રસ્તોને રૂ.65લાખ09હજાર965ની રોકડ સહાય ચુકવવામાં આવી છે.આમ,કુલ રૂ.2કરોડ37લાખ47965ની ચુકવણી આ બંને પ્રકારની સહાયો પેટે કરવામાં આવી છે.જ્યારે બુધવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 1785વ્યક્તિઓને રૂ.2,90000ની કેશડોલ ચુકવવામાં આવી હતી.હાલ આ કામ ચાલુ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT