New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vlcsnap-2018-08-06-20h52m20s238.png)
છેલ્લાં બે માસ થી નંદેસરી પોલીસ થી નાસ્તો ફરતો હતો આરોપી ગોહિલ જસવંત ઉર્ફે ટીકો.
વડોદરા નજીક આવેલા અનગઢ ગામે ક્લિનિક ચલાવતા ડૉ પ્રતિકે દર્દી મહિલાઓ ને મોહજાળ માં ફસાવી કામલીલા આચરી હતી. જે સમગ્ર પ્રકરણમાં ડોકટરે પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુખ્ય આરોપી મુખ્ય સૂત્રધાર છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી ખડણી માંગવા માટેનાં ગુનાંમા પણ સંડોવાયેલો હતો.
આરોપી જસવંત ઉર્ફે ટીકા એ પોલીસ સમક્ષ આખરે સરેન્ડર કરતાં પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી જસવંત ઉર્ફે ટીકા વિરૂદ્ધ અનગઢ ગામનાં લંપટ ડોકટર પાસે થી મુખ્ય સૂત્રધાર તરીકે ખંડણી માંગવા નો ગુનો દાખલ કર્યો હતો. આરોપી એ સરેન્ડર કરતા કાયદેસર ની કરી કાર્યવાહી.