Connect Gujarat
ગુજરાત

વડોદરા : અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગના ઉધોગ સાહસિકો માટે યોજાઇ માર્ગદર્શન શિબિર

વડોદરા : અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગના ઉધોગ સાહસિકો માટે યોજાઇ માર્ગદર્શન શિબિર
X

દલિત ઇન્ડિયન

ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ભારત સરકાર-મિનિસ્ટ્રી ઓફ ફૂડ

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે વડોદરા સ્થિત સયાજી હોટેલ ખાતે અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગના ઉધોગ સાહસિકો માટે

એક દિવસીય માર્ગદર્શન શિબિરનું

આયોજન કરવામાં આવ્યું હતું.

દલિત ઇન્ડિયન

ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થાની સ્થાપના 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. દેશભરમાં

સંસ્થાની 27 શાખાઓ

સહિત 10,000 સભ્યો કાર્યરત છે. સંસ્થા આદિવાસી તેમજ એસસી, એસટી સમાજના ઉદ્યોગકોને ઉદ્યોગ વ્યવસાય

શરૂ કરવા માટે આર્થિક લૉન સહિતની તમામ સહાય કરે છે. ઉપરાંત તેમના ઉત્પાદનોના

વેચાણની વ્યવસ્થા પણ કરે છે. શિબિર

દરમ્યાન 175 જેટલા

એન્ટરપ્રેનીયરો ઉપસ્થિત

રહ્યા. આયોજકો દ્વારા એસસી, એસટીના

ઉદ્યોગ શરૂ કરવા માંગતા તેમજ ઉદ્યોગ કરી રહેલા યુવાનોને તેમને મળવાપાત્ર કેન્દ્રીય

યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર માર્ગદર્શન શિબિર દરમ્યાન ડિક્કીના પ્રમુખ મિલિંદ કાબ્લે, વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, ડિક્કી ગુજરાતના પ્રમુખ સતિષ પરમાર, ઉપપ્રમુખ દેવેન્દ્ર ખુમાણ, સિડબીના જનરલ મેનેજર ધર્મચંદ સહિતના મહાનુભવોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it