Connect Gujarat
ગુજરાત

વડોદરા : ગોરવા નજીક મીણ બનાવતી એક કંપનીમાં લાગી આગ

વડોદરા : ગોરવા નજીક મીણ બનાવતી એક કંપનીમાં લાગી આગ
X

ગોરવા બીઆઇડીસી સ્થિત મીણ બનાવતી એક કંપનીમાં ઢળતી સાંજે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ત્રણ ફાયર બ્રીગેડની ટીમો તાત્કાલીક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે સદનસીબે આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ હોવાનુ જાણવા મળ્યું નથી.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના ગોરવા બીઆઇડીસી સ્થિત ગીરી કોર્પોરેશન નામની કંપનીમાં મીણનુ રો મટીરીયલ પ્યોરીફાય કરવાની કામગીરી કરવામાં આવે છે. જેથી આજે સાંજે કંપનીના કર્મચારીઓ દ્વારા 500 કીલો ગ્રામ જેટલો મીણનો જથ્થો ભઠ્ઠીમાં નાખી પ્યોરીફાય કરવાની કામગીરી કરવામાં આવી રહીં હતી. દરમિયાન ભઠ્ઠીમાં લીકેજ થતાં કંપનીમાં પ્રસરી જતાં ભીષણ આગ લાગી હતી.

અચાનક આગ લાગતા કંપનીમાં પડેલો અન્ય 2000 કીલો ગ્રામ જેટલો મીણ જથ્થો પણ આગની ઝપેટમાં આવી જતાં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. એકા એક ધુમાડાના ગોટે ગોટા વળી જતાં બનાવ સંદર્ભે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. જોકે આગ ભીષણ હોવાના કારણે ફાયર બ્રીગેડ દ્વારા મેજર કોલ જાહેર કરતા વડીવાડી, દાંડીબજાર અને ટીપી-13 ફાયર બ્રીગેડની ટીમ 19 લાશ્કરો તાત્કાલીક સ્થળ પર પહોંચી જઇ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. બનાવને પગલે સ્થાનિક પોલીસ અને એફએસએલને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it