New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19221858/maxresdefault-279.jpg)
પાદરા તાલુકાના ચાણસદ ગામે પ્રમુખ સ્વામી
મહારાજના જન્મસ્થળે સીસીટીવીના ડીવીઆરની ચોરી થતાં તર્કવિતર્ક સર્જાયાં છે. ગામની
યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો નથી તેવામાં ડીવીઆરની ચોરી થતાં ચર્ચાઓનો દોર શરૂ થઇ
ગયો છે.
ચાણસદ ગામે પ્રમુખસ્વામી મહારાજના
જન્મસ્થળ ખાતે લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાઓના ડીવીઆરની ચોરીની ઘટના સામે આવી
છે. જન્મ સ્થળના ઉપલા માળની બારીમાંથી ત્રાસકરો ત્રાટકયાં હતાં. ખુશ્બૂ જાનીની
હત્યા નો ભેદ ઉકેલતા પેહલા બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં તર્કવિતર્ક થઇ રહયાં
છે.બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આસપાસ લાગેલા
સીસીટીવી કેમેરાની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.