Connect Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ અર્થેની સમીક્ષા બેઠક યોજાઇ

વડોદરા જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ અર્થેની સમીક્ષા બેઠક યોજાઇ
X

અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવાનું ભારપૂર્વક જણાવતા જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરા

જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ અર્થેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લાના પીવાના પાણીના પ્રશ્નો અંગેની બેઠક યોજાઇ હતી. વડોદરા જિલ્લામાં પીવાના પાણી સંબંધિત આયોજન અને તે માટેની કામગીરી માટે હાથ ધરવામાં આવેલા પગલાઓ વિશેની વિગતો જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ કલેકટર કચેરી ખાતેની બેઠકમાં મેળવી હતી.

જિલ્લા પ્રભારી સચિવ લોચન સહેરાએ બેઠકમાં ઉપસ્થિત તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાr અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્ર હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઇ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવા ભારપૂર્વક જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યુ કે, પીવાના પાણીનો પ્રશ્ન કોઇ વિસ્તાર કે સ્થળ પર ઉપસ્થિત થઇ શકે તેમ હોય તેવી સંભાવનાઓથી અવગત રહી રાહ જોયા વિના એકશન પ્લાન સહિતની તૈયારી કરી સક્રિય રહેવું જરૂરી છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="94241,94242,94243,94244"]

આગોતરું આયોજન હાથ ધરી સંભવિત ગ્રામ્ય વિસ્તારને પાણી પહોંચતું કરવાની વ્યવસ્થા કરવાનું પણ ખાસ હોવાનું જિલ્લા પ્રભારી સચિવ એ જણાવ્યુ હતુ. અગાઉ પૂર્ણ થયેલા કામોમાં વીજ કે પાઇપ કનેકશન કે કોઇ અન્ય બાબતને લીધે કંઇ અટક્યું હોય તો તેવા વખતે જુદી-જુદી કચેરીઓને સંકલન કરવા શ્રી સહેરાએ સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે, સંબંધિત તમામ કચેરીઓને વિવિધ યોજના અને કાર્યક્રમના ભાગરૂપે આનુષાંગિક કામગીરીઓ કરવામાં આવે છે જેમાં બાકી રહેલા કામોને તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. ચોમાસુ શરૂ થાય તે પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાનના કામો હાથ ધરીને ફળદ્રુપ માટીનો ખેતરમાં પાથરવા તેમજ પાળા બનાવવા યોગ્ય ઉપયોગ કરવા પણ તેમણે જણાવ્યું હતુ.

જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય ત્યારે ટોલ ફ્રી નં. ૧૯૧૬ પર સંપર્ક કરી પીવાના પાણી અંગેની સમસ્યા વિશે જણાવી શકાય છે જેની જાણ તમામ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

પાણી-પુરવઠા, ખેતીવાડી, સિંચાઇ, બાગાયત, પશુપાલન અને સરદાર સરોવર નિગમ લિમિ. સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓએ તેમની કામગીરી અને આગામી પરિસ્થિતિ માટે કરેલ આયોજન વિશેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. પશુઓને પીવા પાણી તથા તેમના ઘાસચારાની સ્થિતિ અંગે જિલ્લા પશુપાલન નિયામકશ્રીએ વિગતો આપી હતી. વડોદરા જિલ્લાના ખેડૂત અને બાગાયતકારોને ખેતી-બાગયતી પ્રવૃત્તિઓ માટે સિંચાઇની સુવિધા અને પાક વાવેતરનો ચિત્તાર પણ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આપ્યો હતો. વડોદરા જિલ્લાની રૂપરેખા તેમજ પીવાના પાણી સંબંધિત તમામ પરિસ્થિતિનો સમગ્રતયા ખ્યાલ જણાવ્યો હતો.

Next Story