વડોદરા : સ્ટપીગ સ્ટોન પ્લે સ્કુલમાં વિશ્વામિત્રી નદીમાં પુરની થીમ પર ગણેશજીનું ડેકોરેશન
BY Connect Gujarat3 Sep 2019 4:28 PM GMT

X
Connect Gujarat3 Sep 2019 4:28 PM GMT
વડોદરામાં શરૂ થયેલા ગણેશોત્સવમાં આ વખતે પણ વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યા છે. કારેલીબાગની એક સ્કૂલમાં શહેરમાં ઓગસ્ટ માસમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર દરમિયાન સોસાયટીઓમા આવી પહોચેલા મગરોથી બચાવ ટુકડીઓએ કરેલી કામગીરીની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે.

સ્ટપીગ સ્ટોન પ્લે સ્કૂલના ડાયરેકટર જીરલ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી સ્કૂલમાં ગણેશ ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે. અને દરેક વર્ષે નવી થીમ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવે છે. આ વખતે તા.31જુલાઈના રોજ 20 ઇચ વરસાદ પડ્યો હતો. અને તા.1લી ઓગસ્ટના દિવસે વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. પૂર આવતા નદીમાંથી મગરો પણ ધસી આવ્યા હતા. સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. શહેરીજનો મગરોની દહેશત અને પાણી વચ્ચે ફસાઈ ગયા હતા.તેમણે વધુ જણાવ્યું કે, આ કપરી સ્થિતિમાં એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, એસ.ડી. આર.એફ. દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ તમામ બચાવ ટુકડીઓ આ ડેકોરેશને બિરદાવી છે. અને મગર સવાર શ્રીજી ની આરતી કરવા આવી રહ્યા છે. સ્કૂલ નું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Next Story