Connect Gujarat
દુનિયા

વર્લ્ડ સુપર સિરીઝની મેચમાં મારિનને હરાવીને સિંધુએ પોતાની હારનો બદલો વાળી લીધો

વર્લ્ડ સુપર સિરીઝની મેચમાં મારિનને હરાવીને સિંધુએ પોતાની હારનો બદલો વાળી લીધો
X

ભારતની સ્ટાર ખેલાડી અને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પી.વી સિંધુએ વર્લ્ડ સુપર સિરીઝ ના મુકાબલામાં સ્પેનની ખેલાડી કેરોલિના મારિનને હરાવીને સેમિફાઇનલ પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતુ.

સિંધુ મારિનને 21-17 અને 21-13 થી હરાવીને સેમિફાઇનલ પહોંચી હતી. આ સાથે 46 મિનિટની અંદર સિંધુએ મારિનને પછાડી મેચ પોતાના નામે કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેરોલિના મારીને રિયો ઓલિમ્પિક ની ફાઇનલ મેચમાં પી.વી.સિંધુએ હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ વર્લ્ડ સુપર સિરીઝની મેચમાં મારિનને હરાવીને સિંધુએ પોતાની હાર નો બદલો વાળી લીધો હતો.

Next Story