/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/rivar.jpg)
લોકોને નદીમાં પાણી વધતા ટ્યુબના સહારે કોઝવે ક્રોસ કરવો પડે છે
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પાર નદી બંને કાંઠે વહેતી થતા માંકડબન અને પાંચસળી ફળીયાના લોકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. દર વર્ષે ચોમાસાના ચાર માસ દરમ્યાન આ ફળીયાના લોકોને નદીમાં પાણી વધતા ટ્યુબના સહારે કોઝવે ક્રોસ કરવો પડે છે
ધરમપુરના માકડબન ગામ પાંચસળી ફળિયાના વચ્ચેથી વહેતી પાર નદી ઉપર એક કોઝવે બનાવવામાં આવ્યો છે. જે દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ પાણી ઉપરથી ફરી વળતા અહીંના સ્થાનિકોને કોઝવે ઉપરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવન જોખમે ટાયરની ટ્યુબ ઉપર કોઝવે ક્રોસ કરીને આવવું પડે છે જેને લઈ લોકો હાલત કફોડી બને છે
ઉપરવાસના વરસાદને લઇ પાર નદીમાં ધસમસતા પ્રવાહમાં લોકો ડૂબીને ટ્યુબના શહારે કરે છે અવરજવર આજે પણ સ્થિતિ કંઇક આવી જ બની હતી. નદીના પાણીમાં માંકડબનથી પાચસળી જતા માર્ગ પર પાણી આવી જતા કોઝવે ડૂબી ગયો હતો, જેના લીધે લોકો દૂધ ભરવા અને સ્કૂલથી બાળકો ઘરે જવા માટે ટ્યુબ લઇને જતા નજરે પડ્યા હતા.
દર વર્ષે ચોમાસામાં ૨ મહિના આ ફળિયાના લોકો આજ રીતે નદીમાંથી અવરજવર કરે છે. જીવ જોખમમાં નાખવા આ ગામના લોકો મજબૂર બન્યા છે ત્યારે ગામ લોકોની એજ માંગ છે કે તેઓ ને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે અને આ સ્થળ ઉપર એક ઊંચો બ્રિજ બને જેથી લોકોને વેઠવી પડતી મુશ્કેલી માંથી તેઓ ઉગરી જાય.